ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યું જન્માષ્ટમી પર્વ
  તા.૨૫ ઓગસ્ટ, મોડાસા: ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા ખાતે યોગેશ્વર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર ગાયત્રી ચેતના કેન્દ્રના મુખ્ય સત્સંગ હૉલમાં આયોજીત સમારોહમાં શ્રી કૃષ્ણની ભવ્ય ઝાંખી તથા પુરા હૉલમાં સુશોભિત કરવામાં આવી રહી. યુગ ગાયકો દ્વારા યોગેશ્વર શ્રી કૃષ્ણના જીવનની વિભિન્ન લીલાઓ સંગીતમય ગીતો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌને ભક્તિભાવથી ભાવવિભોર કરી દીધા.
  ગાયત્રી પરિવારના અગ્રણી કાર્યકર્તા કિરીટભાઈ સોનીએ આ ઉત્સવ પ્રસંગે સંદેશો આપતા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ એ એવું વ્યક્તિત્વ છે જે વિપરીત પરિસ્થિતિ ભરી ઘોર અંધારી રાતમાં ચંદ્રમાના શીતળતા ભર્યો પ્રકાશ ફેલાવી પોતાનો માર્ગ પ્રશસ્ત કરનારા છે. જન્મથી એવા વિકટ પરિસ્થિતિઓ ભર્યા ઘનઘોર કાળા વાદળો સામે સંઘર્ષનો સામનો કરતા રહયા. હર પળ હરેક મુશ્કેલીઓનો સામનો- ઉપાય, અડગ નિર્ણય, સચ્ચાઈનો સાથ, સાચો નિર્મળ પ્રેમ, સાચો મિત્ર ભાવ અને તેમના આપેલા ગીતાજ્ઞાન એ આપણા માનવ જીવન માટે અનમોલ માર્ગદર્શન છે. આ એક એવા સાંસ્કૃતિક વ્યક્તિત્વનો જન્મોત્સવ છે જેમનું જીવન અનેક સંઘર્ષો વચ્ચે પણ સદા ઉત્સવ ભર્યું રહ્યું છે.
  કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ કંસારા દ્વારા કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે ગાયત્રી પરિવાર,મોડાસાના પ્રમુખ શ્રી ધર્માભાઈ પટેલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. ખૂબજ મોટી સંખ્યામાં માનવમહેરામણ આ દિવ્ય ઉત્સવમાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતાં.

  No Comment

  You can post first response comment.

  Leave A Comment

  Please enter your name. Please enter an valid email address. Please enter a message.