હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારી સામે ઝઝુમતા અવસાન પામેલ માનવોના અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે મોડાસા સ્મશાનમાં લાકડા તેમજ તે માટે આર્થિક અછત વર્તાઈ રહી છે. ત્યારે ગાયત્રી પરિવાર હંમેશા ઉપાસના, સાધના કે યજ્ઞ આયોજન જ નહીં પરંતુ જનસેવાના કાર્યોમાં પણ હમેશાં પ્રયત્નશીલ રહે છે. મોડાસા ખાતે આ અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા હાલમાં સંક્રમણ પરિસ્થિતિને કારણે રુબરુ સંપર્ક મુશ્કેલ હોવાથી ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા દ્વારા સૌ પરિજનોના સંપર્ક માટે ચાલી રહેલા સોશિયલ મીડિયા ગૃપમાં આ માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું. જે ગાયત્રી સાધકો દ્વારા આ માટે મદદરૂપ થવા ટૂકડે ટૂકડે દાનની રકમ એકત્રિત કરી રુપિયા 1,25,000/-( એક લાખ પચ્ચીસ હજાર )નો ચેક મોડાસા ખાતે સ્મશાનમાં વ્યવસ્થા સંચાલન કરી રહેલા મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટને આર્થિક સહાય રુપે આપવામાં આવ્યો.

    No Comment

    You can post first response comment.

    Leave A Comment

    Please enter your name. Please enter an valid email address. Please enter a message.