વિશેષ યુવા ભાઈઓ બહેનોને અનુલક્ષીને આપણે રક્તદાન મહાયજ્ઞનું તા.21 ફેબ્રુઆરી, રવિવારે ( સવારે 9 થી 1 ) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌએ ઘર ઘર પત્રિકાઓ પહોંચાડવા પોતાના અનમોલ સમય કાઢી ખૂબ મહેનત કર્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. જે આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છો.
  આપના આ રક્તદાન માટે સંપર્ક બાદ જે કંઈ આપને માહિતી મલી હોય, જે કોઈ યુવા ભાઈઓ બહેનો કે વડિલો ( 18 થી 60 વર્ષ ) રક્ત દાન કરવાના હોય તેમનું લીસ્ટ કે ફોર્મ ભર્યા હોય તો તે ફોર્મ પહોંચતા કરવાના બાકી હોય તો સવારે ચેતના કેન્દ્ર ખાતે પહોંચાડવા નમ્ર વિનંતી છે.
  વિશેષમાં આપના દ્વારા જે પણ રક્ત દાન કરવાના છે તે સંખ્યાની માહિતી નીચેના નંબર પર તાત્કાલિક જણાવવા વિનંતી છે.
  જેથી આ રક્તદાન માટે આવતી કાલે અગાઉથી તૈયારી કરવામાં ખૂબજ જરૂરી હોઈ કારણ રક્ત લેવા માટે આપણે બ્લડ બેન્કનો સહયોગ વિના શક્ય નથી. તેમને વ્યવસ્થા માટે સંખ્યા આંક ખૂબજ જરૂરી છે.

  No Comment

  You can post first response comment.

  Leave A Comment

  Please enter your name. Please enter an valid email address. Please enter a message.