તા.૨૪ ઓગસ્ટ, મોડાસા:ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા સ્વતંત્રતા દિવસ પર પર્યાવરણ બચાવો આહવાન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ચાલી રહેલા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા તેમજ આસપાસના સરડોઈ, વણીયાદ- કોકાપુર, શીણોલ, શીકા, જાનેડા, કીડી, કોલવડા, બાયલ-ઢાંખરોલ, રખિયાલ,ફરેડી,સાકરિયા, સહિત ૨૪ ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
  ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા મળેલ જાણકારી અનુસાર ગુરુપૂર્ણિમા થી જન્માષ્ટમી દરમિયાન વૃક્ષ ગંગા અભિયાનના ભાગ રુપે ” વધુ વૃક્ષો વાવો- પર્યાવરણ બચાવો આંદોલન અંતર્ગત સ્વયંસેવકો દ્વારા વૃક્ષોના રોપા સાથે દરેક ગામમાં જઈ ગામ જનોને એકત્રિત કરી પર્યાવરણને સંતુલિત રાખવામાં વૃક્ષોનું મહત્વ સમજાવી દરેક પોતાના દ્વારા વાવેલ વૃક્ષ સાથે તરુપૂત્ર-તરુમિત્રના રુપમાં ભાવનાત્મક સંબંધથી જોડાઈ જ્યાં સુધી આપણા બાળકની જેમ સ્વયં વૃદ્ધિ માટે તે વૃક્ષ સમક્ષ ન થાય ત્યાં સુધી તેના જતન માટે જાગૃત રહેવાના સંકલ્પ સાથે ૨૪ ગામોમાં દરેક ગામમાં ૨૪ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
  ગાયત્રી પરિવારના વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મ શતાબ્દિ ૨૦૧૧ થી હાલ સુધીમાં વિભિન્ન તબક્કાઓમાં પાંચ કરોડથી વધુ સંખ્યામાં વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનનું અવિરત અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ૧૦૮ થી વધુ પહાડીઓ, એન્વાયર્નમેન્ટ સન્ડે- પ્રતિ રવિવાર તરુપૂત્ર-તરુમિત્ર વૃક્ષારોપણ મહાયજ્ઞ જેવી વિવિધ યોજનાઓ દ્વારા પર્યાવરણ બચાવો આંદોલન વધુ વેગવાન બનાવવામાં જનજાગૃતિ માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.

  No Comment

  You can post first response comment.

  Leave A Comment

  Please enter your name. Please enter an valid email address. Please enter a message.