જન જનમાં વિચારોની ક્રાન્તિ તથા જનસેવામાં કાર્યરત ગાયત્રી પરિવાર-મોડાસાની વેબસાઈટ નું લોકાર્પણ કરવામાં આવ્યું. મોડાસા અને આસપાસના ગામોમાં સદવિચારો અને સત્કાર્યો માટે જનજાગૃતિ માટે 1969 થી શુભારંભ થયેલ ગાયત્રી પરિવાર, મોડાસા માનવમાં સાચી માનવતાના ગુણો નો વિકાસ થાય, સદભાવના, સદચિંતન અને સમાજ સેવા ના કાર્યો કરવાની ભાવનાનો વિકાસ થાય તે માટે અવિરત કાર્યરત છે. આ પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્ર માટે ગાયત્રી ચેતના કેન્દ્ર રુપે નવેમ્બર 2018 માં લોકાર્પણ રુપે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાની મુખ્ય ભૂમિકા આગળ વધી રહી છે ત્યારે સત્કાર્યો ની સુવાસ વેબસાઈટ ના માધ્યમથી જન જન સુધી પહોંચે તેવી ભાવનાથી ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા વેબસાઈટ તૈયાર કરવામાં આવી જેનું તા:30 સપ્ટેમ્બર ના રોજ મોડાસા નાગરિક બેંકના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    • Date
    • Categories