વ્યસન મુક્ત અભિયાન

  યુવા રાષ્ટ્ર ની સૌથી મોટી સંપદા,એમને વ્યસનો થી બચાવો : ગાયત્રી પરિવાર
  ગાયત્રી પરિવાર ના વડા ર્ડા પ્રણવ પંડ્યા એ મોડાસા ને વ્યસન મુક્ત કરવાનું આવ્હાન કર્યું
  મોડાસા, 3 ઓક્ટોબર: કોઈપણ રાષ્ટ્ર ની સૌથી મોટી સંપદા તેની યુવા શક્તિ હોય છે. યુવા સશક્ત હશે તો રાષ્ટ્ર સમૃદ્ધિ તરફ આગળ વધશે. આજે યુવા વ્યસનો થી ગ્રસ્ત થતા થયા છે. એમને આ માંથી દૂર કરવા જરૂરી છે.આ વાત ગાંધી જયંતી થી અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્ત ભારત નો શંખનાદ ના સમયે મોડાસા ખાતે ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં ગુજરાત રાજ્ય ના ગાયત્રી પરિવાર ના મોભી શ્રી જયેશ બારોટ તથા જિલ્લા સમન્વયક બાયડ ના મનહર પટેલે કહી હતી.
  આ પ્રસંગે ગાયત્રી પરિવાર ના વડા મથક શાંતિકુંજ દ્વારા વ્યસન મુક્ત પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોજેક્ટર દ્વારા બતાવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવાર ના વડા ડોક્ટર પ્રણવ ભાઈ પંડ્યા એ વિડિઓ કોન્ફ્રસિંગ થી મોડાસા ના યુવાનો ને માર્ગ દર્શન પૂરું પડ્યું હતું. ગાયત્રી પરિવાર દ્વારા ગાંધી જ્યંતી ના અવસરે દેશ ભર માં 400 થી વધુ જિલ્લા માં આ આયોજનો કરવામાં આવ્યા હતા.
  ગાયત્રી પરિવાર ની અખબારી યાદી અનુસાર આજથી એક વર્ષ સુધી વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અરવલ્લી જીલ્લાના તમામ તાલુકાઓમાં વ્યસન મુક્તિ રેલીઓના આયોજન કરવામાં આવશે. ગામેગામ વિડીયો પ્રેઝન્ટેશન સાથે રાત્રે ચિંતન મંથન કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત શાળા, કોલેજોમાં વિદ્યાર્થીઓ વ્યસનોના ભરડામાં હોમાઈ ના જાય તે માટે વ્યસન મુક્તિ પ્રદર્શની તેમજ વિશેષ ગોષ્ઠિઓના આયોજન કરવામાં આવશે આ સિવાય વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ જન સમાજ માટે વ્યસનોથી બચાવવા માટે તમામ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે.
  આ ઉપરાંત 25 વર્ષ અગાવ વડોદરા ખાતે ગાયત્રી પરિવાર ની સંસ્થાપિકા માતા ભગવતી દેવી શર્મા જી ની હાજરી સંપન્ન અશ્વમેઘ મહાયજ્ઞ ની આ વર્ષે રજત જયંતિ વર્ષ છે. જેને લઈ શક્તિ સાધના કળશ રથ ગુજરાત ભરમાં પરિભ્રમણ કરી રહેલ ત્યારે આજરોજ મોડાસા ખાતે આવેલ તેનું ભવ્ય સ્વાગત પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં મોડાસા નગરી ના ભાઈ બહેનો, ઉમિયા માતામંદિર ના અગ્રણીયો, યુવાનો, ગાયત્રી પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Date
  • Categories